જથ્થાબંધ ભાવાંક પર આધારિત ફુગાવો જુલાઈ મહિનામાં -1.36 ટકા રહ્યો છે. ઈંધણની કિંમતોમાં ઘટાડો અને ખાદ્ય પદાર્થોની કિંમત વધવાના સંજોગોમાં ચોથો મહિનો છે કે જ્યારે મૂલ્ય સૂચકાંક આધારિત ફુગાવો શૂન્યથી નીચે છે.
સતત એપ્રિલથી શૂન્યથી નીચે જળવાઈ રહ્યો છે. જૂન મહિનામાં ફુગાવો -4.12 ટકા હતો. અગાઉના વર્ષના જુલાઈમાં તે 14.07 ટકા હતો.
જુલાઈમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો 14.25 ટકા રહ્યો હતો, જે જૂન મહિનામાં 1.32 ટકા હતો. ખાસ કરીને ખનિજ તેલ, મહત્વના ધાતુઓ, રસાયણો તથા કપડાં અને ખાદ્ય ઉત્પાદનોની કિંમતમાં ઘટાડો થતા ફુગાવો ગગડ્યો છે.
ઈંધણ અને વીજળી સેગમેન્ટમાં ફુગાવો જુલાઈમાં -12.79 ટકા રહ્યો, જે જૂનમાં -12.63 ટકા હતો. ગયા સપ્તાહે RBIએ નીતિ વિષયક દર રેપો રેટ 6.5 ટકા રહ્યો.