લચ્છીનો શોખીન લોકો દિલ્હી,હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં દરેક જગ્યા છે.પરંતુ જો ખાસ કરીને પંજાબી લચ્છીનો ટેસ્ટ છે તે બીજી કોઈ લચ્છીમાં નથી આવતો.
પંજાબી લચ્છીનો સ્વાદ અકદમ અલગ હોય છે.તેને એક વાર પીધા પછી જલ્દી તેનો ટેસ્ટ ભુલાતો જ નથી. જાણી લો પંજાબી લચ્છી કેવી રીતે બનાવવી.
દહીં-5 કપ,ઈલાયચી-4, ખાંડ-અડધો કપ,જરૂર મુજબ ડ્રાયફ્રુટ્સ,જરૂર મુજબ બરફના ટુકડા,જરૂર મુજબ ફ્રેશ ક્રીમ.
એક મોટા બાઉલમાં દહીં અને ખાંડ નાખીને જરણી વડે મિક્સ કરી લો.
હવે તેમાં બરફ નાખો પછી 1 મિનિટ સુધી સારી રીતે હલાવો.
ઈલાયચીને ખાંડીને પાવડર બનાવી લો અને તેને લચ્છીમાં નાખીને મિક્સ કરી લો.
જો લચ્છી બોવ ઘાટી થઈ ગઈ હોય તો તેમાં થોડું દૂધ નાખીને મધ્યમ બનાવી લો.
લચ્છીને ગ્લાસમાં નાખીને ઉપરથી હળવેથી ક્રીમ નાખીને ફ્રીજમાં રાખી દો.
જ્યારે લચ્છી ઠંડી થઈ જાય તો તેને બહાર કાઢીને તેની ઉપર કટીંગ કરેલા ડ્રાયફ્રુટ્સ નાખો.
ઠંડી ઠંડી લચ્છી પીવો અને મહેમાનોને પણ પીવડાવો.
લચ્ચીને ગ્લાસને બદલે માટીની કુલડીમાં સરમવ કરશો તો સ્વાદની સાથે સર્વ કરવાની સ્ટાઈલ પણ ખાસ બનશે.
દહીં તમે હાથ મિક્સી અથવા મિક્સરથી બનાવી શકો છો.તેમાં જેરણીની જરૂર નથી રહેતી.
લચ્છીને વધારે ટેસ્ટી કરવા માટે તેના તૈયાર કરતી વખતે તેમાં એક ચપટી કેસર નાખો. આનાથી લચ્છીનો રંગ પણ બદલી જશે અને સ્વાદ પણ સારો આવશે.
રેપીસી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.