ટેસ્ટી અને પરફેક્ટ નરમ દહીં વડા ઘરે બનાવવા માટે આ રેસીપી અજમાવો


By Jivan Kapuriya14, Aug 2023 03:20 PMgujaratijagran.com

જાણો

દહીં વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેને ઘરે એકદમ નરમ ટેસ્ટી બનાવવા ઘણા મુશ્કેલ છે. આજે અમે તમને ઘરે પરફેક્ટ નરમ દહીં વડા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

1 કપ અડદની દાળ,તળવા માટે તેલ, 1-2 ચમચી દહીં,મીઠું 2 ચમચી,2 ચમચી જીરું પાવડર, 2 ચમચી ધાણા,1-4 ચમચી કાળા મરી પાઉડર,1-2 ચમચી લાલ મરચૂં પાઉડર, 1 ચમચી કાળું મીઠું.

સ્ટેપ-1

અડદની દાળને 5 થી 6 કલાક સુધી પાણીમાં પલાળી રાખો, પછી તેને પીસીને તેની પેસ્ટ બનાવો.

સ્ટેપ-2

દાળને પીસી લીધા પછી તેને સારી રીતે ફેટી લો જેથી તે હલકી અને નરમ બને, પછી તેને વડા જેવો ગોળ આકાર આપો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરો. આ તેલ ગરમ થાય એટલે તેમાં આ વડા નાખો.

સ્ટેપ-4

તેને તેલમાં મધ્યમ બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા ગેસ પર તળી લો.

સ્ટેપ-5

એક બાઉલમાં પાણી લો અને તેમાં મીઠું મિક્સ કરો અને તેલમાં તળેલા વડા આ પાણીનમાં નાખો.

સ્ટેપ-6

બાકી રહેલ બેટરના આ રીતે વડા બનાવી લો અને મીઠા વાળા પાણીમાં થોડા સમય માટે રાખો.

સ્ટેપ-7

હવે દહીંમાં મીઠું,એક ચમચી જીરું, એક ચમચી કોથમીર અને કાળા મરી પાવડર મિક્સ કરો.

સ્ટેપ-8

પાણીમાં રાખેલ વડાને નીચવીને એક પ્લેટમાં કાઢી લો અને તેની ઉપર દહીં નાખો.

સ્ટેપ-9

તેમાં જીરું પાવડર,કોથમીર,મરચું પાવડર,કાળું મીઠું અને ચાટ મસાલો નાખીને ગાર્નિશ કરીને સર્વ કરો.

દહીંમાં ખાડ નાખો

દહીં વડાને ટેસ્ટી બનાવવા માટે દહીંમાં એક ચમચી ખાંડ નાખો જેનાથી તેનો સ્વાદ સારો થઈ જશે.

બેટમાં બટાકા નાખો

તેને નરમ બનાવવા માટે તેના બેટરમાં 1 કે 2 બાફેલા બટાકા મિક્સ કરો.જેનાથી વડા નરમ અને ટેસ્ટી બનશે.

રેસીપી અજમાવો

હવે તમે પણ નરમ અને ટેસ્ટી વડાને ઘરે બનાવી શકો છો.આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

માત્ર 15 મિનિટમાં શુદ્ધ ચીઝ ઘરે બનાવવું છે, તો આ રેસીપી અજમાવો