માત્ર 15 મિનિટમાં શુદ્ધ ચીઝ ઘરે બનાવવું છે, તો આ રેસીપી અજમાવો


By Jivan Kapuriya14, Aug 2023 03:09 PMgujaratijagran.com

જાણો

ઘરે બનાવેલ પનીરનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી હોય છે. બજારમાં તો વધારે ચીઝ નાખવામાં આવે છે. જાણી લો ઘરે શુદ્ધ પનીર બનાવવાની રીત.

સામગ્રી

2 લીટર મલાઈદાર દૂધ,1 લીંબુ, 1-2 લીટર પાણી,સુતરાઉ કાપડ,પેન,1 ચપટી મીઠું, 2 કાચના બાઉલ.

બનાવવાની રીત સ્ટેપ-1

પેનને ગેસ પર મૂકો તેમાં દૂધ નાખીને ધીમા તાપે ઉકળવા દો.ચમચા વદે હલાવતા રહો જેથી ઉફાણો આવીને જતુ ન રહે.

સ્ટેપ-2

દૂધમાં ઉફાણો આવે એટલે એક ચપટી મીઠું નાખો અને થોડી વાર ઉકાળો.

સ્ટેપ-3

હવે એક બાઉલમાં તોડું પાણી ગરમ કરો અને તેમાં લીંબુનો રસ કાઢો.

સ્ટેપ-4

ઉફાણો આવેલા દૂધમાં આ રસ નાખો અને ધીમે-ધીમે ચમચા વડે હલાવતા રહો.

સ્ટેપ-5

6 મિનિટ પછી જ્યારે દૂધ થોડું જાડુ અને ફાટવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

સ્ટેપ-6

એક નાના બાઉલમાં 1-2 લીટર પાણી નાખો અને બીજા મોટા બાઉલમાં સુતરાઉ કાપડ પહોળું કરીને તેમાં આ ફાટેલા દૂધને ગાળી લો.

સ્ટેપ-7

સુતરાઉ કાપડની પોટલી વાળીને બાંધી લો, જેથી પાણી બધુ નીકળી જાય.

સ્ટેપ-8

પનીરની પોટલીને પાણી વાળા બાઉલમાં ડૂબાળીને ધોઈ લો, આનાથી લીંબુની ખટાસ નીકળી જાશે.

સ્ટેપ-9

પોટલીને પાણીમાંથી બહાર અને હલાવીને સારી રીતે નીચોવી નાખો જેથી તેમાં રહેલું પાણી નીકળી જાય.

સ્ટેપ-10

પોટલીને કિચનના સ્લેબ પર રાખો અને ઉપર કોઈ વજન વાળી વસ્તુ અથવા લોખંડ વડે દબાવી રાખો.

સ્ટેપ-11

આમ કરવાથી પનીરમાંથી બધુ પાણી નીકળી જાશે. તે આકારમાં આવી જશે. તેને 1-2 કલાક માટે ફ્રીજમાં રાખો.

વાંતચા રહો

રેસીપી સારી લાગે તો લાઈક-શેર કરો,આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભરેલા ભીંડાનું શાક આ રીતે બનાવો, મહેમાનો ચટપટા મસાલાથી આંગળા ચાટતા રહેશે