ભીંડો એક એવું શાક છે જે બાળકો અને પુખ્ત વયના લોકોને ભાવે છે. ભારતના મોટાભાગના ઘરોમાં ભીંડાનું શાક બાનાવવામાં આવે છે.આજે અમે તમને મસાલા ભીંડા બનાવવામાની રેસીપી જણાવીશું, જે ફટાફટ તૈયાર કરી શકાય છે.
250 ગ્રામ ભીંડો,પાણીને એક નાનો વાટકો,7 થી 8 ચમચી સરસવનું તેલ,1 ચમચી જીરું,1 ચમચી વરિયાળી, 2 ડુંગળી સમારેલી, 1 ચમચી આદુ, 1-2 ચમચી હળદર, 1-2 ચમચી સૂકી કેરીનો પવડર, 1 ચમચી વરિયાળી પાવડર,1-4 ચમચી કાળા મરી પાવડર,1-2 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ.
એક પેનમાં તેલ ગરમ કરો તેમાં જરું અને વરિયાળી નાખો અને તેને ફુટવા દો.
પછી તેમાં ડુંગળી નાખો અને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
હવે તેમાં થોડું આદુ અને પાણી નાખીને હલાવો.
હવે તેમાં હળદર અને મસાલો નાખીને સારી રીતે હલાવો.
પછી તેમાં ભીંડાને નાખો અને થોડુ પાણી નાખીને સત્તત હલાવતા રહો.
જ્યારે ભીંડો સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં મીઠું નાખીને થોડી વાર પાકવા દો.
ચેક કરી લો જો ભીંડો પાકી ગયો હોય તો તેમાં વરિયાળી અને સૂકી કેરી પાવડર નાખીને મિક્સ કરી લો.
થોડી વાર પછી તેમાં લીંબુનો રસ અને ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં કોથમીર નાખીને ગાર્નિશ કરો, તમારી મસાલા ભીંડી તૈયાર છે.
આ મસાલેદાર ભીંડાનું શાક તમે રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.
જો રેસીપી સારી લાગે તો લાઈક-શેર કરો, વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.