પરફેક્ટ ગોળ અને નરમ રોટલી બનાવવી છે, તો આજથી જ આ ટિપ્સ ફોલો કરો


By Jivan Kapuriya14, Aug 2023 02:39 PMgujaratijagran.com

જાણો

એકદમ સોફ્ટ અને પરફેક્ટ રોટલી બનાવવા માટે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરતા હોવ છો. શું તમને ખબર છે એકદમ ગોળ રોટલી કેવી રીતે બને?, આવો જાણીએ.

પરફેક્ટ ગોળ રોટલી બનાવવાની રીત

આ રીત અપનાવીને તમે પરફેક્ટ ગોળ અને મુલાયમ રોટલી બનાવી શકો છો.રસોઈનો આનંદ માણતા બધી રોટલીને પરફેક્ટ ગોળ બનાવો.

નવશેકા પાણીથી લોટ બાંધો

હૂંફાળા ગરમ પાણીથી હળવા હાથે લોટને બાંધો અને પછી રોટલી બનાવો, એકદમ ગોળ રોટલી બનશે અને લાંબો સમય સુધી સોફ્ટ રહેશે.

લોટને સેટ થવા દો

લોટ બાંધ્યા પછી તરત જ રોટલી ન બનાવો, લોટને 20 મિનિટ સુધી ઢાંકીને મૂકી દો.જેથી તે સેટ થઈ જાય અને પછી રોટલી બનાવવાનું શરૂ કરો.

સાફ કરવો

જો તમે પણ રોટલી બનાવતી વખતે સૂકા લોટનો ઉપયોગ કરો છો,રોટલી બનાવતા પહેલા વાસણો ધોઈ લો,આનાથી રોટલી નરમ અને સુંદર બને છે.

ગેસ તેજ રાખો

રોટલીને ક્યારેય પણ ધીમી બાળે ન શેકવી જોઈએ. વધારે ગેસ રાખીને રોટલી શેકવાથી તે એકદમ નરમ બને છે.

ફ્રેશ લોટથી રોટલી બનાવો

લોટને હંમેશા તાજો બાંધવો અને રોટલી બનાવવી.વાસી લોટથી રોટલી નરમ પણ નથી બનતી અને સ્વાદ પણ નથી આતો.

બાંધેલા લોટને સ્ટોર કરવાની રીત

લોટને બાંધીને ગોળ પીંડો વાળો પછી અડધી ચમચી તેલ હાથ પર લગાવીને લોટના પીંડા પર લગાવો.તેને એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટીને ફ્રીજમાં એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો.

આ રીતે સ્ટોર કરશો નહીં

લોટને બાંધી લીધા પછી સીધો કન્ટેનરમાં મૂકીને ફ્રીજમાં ન રાખો. અવું કરવાથી લોટ જડપથી ડાળો થઈ જશે અને રોટલી પણ નરમ નહીં બને.

રોટલીને ફ્રીજમાં રાખો

હળવી ગરમ રોટલીને ઝિપ લોક બેગમાં રેફ્રિજરેટરમાં 3 થી 4 દિવસ માટે સંગ્રહિત કરી શકાય છે. રોટલી એકદમ નરમ રહેશે.

રોટલી ગોળ બનાવવાની રીત

લોટના વેલણથી વણી લો અને મોટી કટોરી વડે નિશાન પાડી લો,કટોરીના નિશાન પર ચાકું વડે કાઢી લો અને બાકીનો લોટ અલગ કરી લો. લોટ પરથી કટોરી હટાવી લેશો અટલે રોટલી ગોળ બનશે.

રોટલીને વણી લો

લોટના પીંડામાંથી ગોળો બનાવીને પાટલા પર રાખી વેલણથી વણી લો, રોટલીને પાટલ પર રાખીને ગોળ કાપીને શેકી લો.

રોટલી મશીનનો ઉપયોગ કરો

રોટલી બનાવવાના મશીનમાં વચ્ચે લોટને મૂકી અને દબાવોને પછી ખોલો,બસ એક જ સેકેન્ડમાં તમારી રોટલી ગોળ બની જશે.તેને શેકીને ખાવ.

ટિપ્સ ફોલો કરો

આ કિચન ટિપ્સને અપનાવીને તમે આરામથી પરફેક્ટ ગોળ અને મુલાયમ રોટલી બનાવી શકો છો, આવી વધુ ટિપ્સ માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

આર્થિક આંકડા, FIIનો પ્રવાહ, વૈશ્વિક સંકેત બજારની દિશા અને દશા નક્કી કરશે