નવા સપ્તાહમાં રિટેલ ફુગાવો, હોલસેલ ફુગાવો, વેપાર ખાધના આંકડા તથા રૂપિયાનું મૂલ્ય ભારતીય શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે
વીતેલા સપ્તાહમાં ભારતીય શેરબજાર વૈશ્વિક સંકેતો વચ્ચે સતત બીજા સત્ર દરમિયાન ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ આશરે 305.4 લાખ કરોડથી ઘટીને રૂપિયા 304.6 લાખ કરોડ થયું છે. રોકાણકારોએ અંતિમ બે સપ્તાહમાં આશરે રૂપિયા 1.6 લાખ કરોડની સંપત્તિ ગુમાવી હતી.
વિતેલા સપ્તાહમાં HDFC બેન્ક, ICICI બેન્ક, ઈન્ફોસિસ અને હિન્દુસ્તાન યુનિલિવરના શેરોમાં ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલ સેક્ટરના શેરોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.