વેજ બિરયાની ઘરે કેવી રીતે બનાવવી જાણી લો સ્ટેપ બાય સ્ટેપ રીત


By Jivan Kapuriya13, Aug 2023 06:01 PMgujaratijagran.com

જાણો

જો તમે શાકાહારી છો અને કંઈક સારું ખાવાનું વિચારી રહ્યા છો,તો આજે અમે તમને હૈદરાબાદી વેજ બિરીયાનીની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ. તમારે તેને બનાવવી જોઈએ.

સામગ્રી

ડુંગળી -2 મધ્યમ કદની,લીલા મરચાં-3,આદુ-લસણની પેસ્ટ -2 ચમચી,ટમેટા-2 મધ્યમ કદના,કોર્ન -1/4 કપ, ગાજર -2 સમારેલ,કોબી સમારેલ,ફ્રેન્ચ બાન્સ -5/6, લીલા વટાણા 1/2 કપ.

બિરયાની મસાલા

તેલ -3 ચમચી,શાહી જીરું -2 ચમચી, લવિંગ -8 થી 10,નાની એલચી -4,તજ -1 ઇંચ,હળદર પાવડર -1/4 ચમચી,ધાણા જીરું પાવડર- 2 ચમચી, મીઠું-સ્વાદ મુજબ,દહીં-3 થી 4 મોટા ચમચા.

ચોખા રાંધવા માટે

લીલ ઈલાઈચી -4 થી 6,કાળા મરી -1, મેસ-1,તજ-2,લવિંગ 8 થી 10, ફ્લાવર ચકરી-1, મીઠું - સ્વાદ મુજબ,તેલ- 2 ચમચી.

અન્ય સામગ્રી

ઘી-1 ચમચી,કોથમીર-1 ચમચી,ગરમ મસાલો -2 ચમચી,તળેલી ડુંગળી 1/2 કપ,ફુદીનાંના પાન- જરૂર મુજબ,કેસર દૂધ-1 ચમચી,કેવડા એસેન્સ- થોડા ચીપા, ગુલાબ જળ -થોડા ટીપા.

સ્ટેપ-1

સોથી પહેલા બાસમાતી ચોખાને અડધો કલાક પલાળી રાખો.હવે બીજા વાસણમાં તેલ મૂકો,તેલ ગર થાય પછી તેમાં જીરું,લવિંગ,નાની ઈલાઈચી,તમાલપત્ર,તજ અને ડુંગળી નાખો.

સ્ટેપ-2

ડુંગળી ફ્રાય કર્યા પછી તેમાં લીલા મરચાં નાખો. તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો. આ પછી તેમાં ટમેટા ઉમેરો. આ મસાલામાં હળદર પાવડર,ધાણા-જીરું પાવડર,લાલ મરચું નાખીને પકાવો.

સ્ટેપ-3

તેમાં કોર્ન સમારેલા ગાજર , કોબી,કઠોળ અને મીઠું નાખો, મસાલામાં મિક્સ થાયા બાદ તેમાં દહીં નાખી પછી તેમાં લીલા વટાણા નાખીને ઢાંકીને પાકવા દો.

સ્ટેપ-4

હવે બીજા વાસણમાં ચોખાને જરૂર મુજબ ઉકાળવા માટે પાણી લો. ઉકળતા પાણીમાં લખેલા ઘટકો નાખો.પછી તેમાં પલાળેલા ચોખા નાખીને પાકવા દો.

સ્ટેપ-5

ચોખા રાંધ્યા પછી તેમાંથી વધારાનું પાણી કાઢીને તેને એ અલગ પ્લેટમાં કકાઢી લો અને તેમાં દેશી ઘી નાખો, તેનાથી બિરયાનીની સુગંધ સારી આવશે.

સ્ટેપ-6

શબ્જી રાંધ્યા પછી એક અલગ બાઉલમાં અડધા શબ્જીને બહાર કાઢો. તળેલી ડુંગળીને પણ એક અલગ બાઉલમાં કાઢી લો. આ ઘટકો બિરયાનીને બનાવવામાં ઉપયોગી થશે.

સ્ટેપ-7

હવે બારીક શાકભાજીમાં કોથમીર સાથે ગરમ મસાલો મિક્સ કરો. તેના પર રાંધેલા ચોખા નાખો,પછી તેમાં તળેલી ડુંગળી,ફુદીનાના પાન,થોડો ગરમ મસાલો,કેસર દૂધ નાખો.

સ્ટેપ-8

બીજી શબ્જીને ફરીથી બનાવવા માટે એ જ પદ્ધતિને અનુસરો, એટલે કે રાંધેલા શાકની ઉપર ચોખા નાખો, તેના પર તળેલી ડુંગળી,ફુદીનાના પાન,થોડો ગરમ મસાલો,સીઝર મિલ્ક અને તેમાં કાપેલું લીંબુ નાખો. પછી તેના પર રાંધેલા શાકભાજીનું એક સ્તર મૂકો.

સ્ટેપ-9

છેલ્લે ભાજી ઉપર રાંધેલા ભાત મૂકો અને કેવડા અને ગલાબજળ નાખો. આ પછી ઢોંકણ ઢાંકીને થોડીવાર ધીમા ગેસ પર રહેવા દો. હવે તમારી બિરયાની તૈયાર છે.

ટિપ્સ ફોલો કરો

જો તમને રેસીપી ગમી હોય તો લાઈક-શેર કરો અને વધું રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

માત્ર 10 મિનિટમાં બનાવો મરચાના વડા, જાણી લો રેસીપી