હાર્ટને જીવનભર હેલ્ધી રાખવા માટે આ ફૂડથી દૂર રહો, નહીં આવે હાર્ટ એટેક
By Sanket M Parekh2023-04-27, 16:10 ISTgujaratijagran.com
ફાસ્ટ ફૂડથી બચો
અધિક સોડિયમ યુક્ત ભોજન તમારી હાર્ટ હેલ્થને ખતરો પહોંચાડી શકે છે. એવામાં તેનું સેવન કરવાથી બચો. ફાસ્ટ ફૂડ તમારા હાર્ટ માટે ખતરનાક હોઈ શકે છે.
મીઠુ
વધારે પ્રમાણમાં મીઠાના સેવનથી હાઈ બ્લડ પ્રેશરની આશંકા વધી શકે છે. જે હાર્ટ પ્રોબ્લેમનું કારણ બની શકે છે.
આઈસક્રીમ
આઈસ્ક્રીમમાં વધારે પડતુ કૉલેસ્ટ્રોલની માત્રા અને ફેટ્સ હોય છે. જેથી તમને હાર્ટની બીમારીનો ખતરો વધી શકે છે.
સોડા
સોડા કે કાર્બોનેટેડ ડ્રિન્કનું સેવન તમારા હાર્ટ હેલ્થ માટે ખતરનાક હોઈ શકે છે. આથી તેનું સેવન ટાળવું જોઈએ.
બેક્ડ ફૂડ્સ
જો તમે તમારા હાર્ટને સ્વસ્થ રાખવા ઈચ્છો છો, તો તમારે બેક્ડ ફૂડ્સ ખાવાનું ટાળવું જોઈએ. હકીકતમાં તેમાં સેચ્યૂરેટેડ ફેટ અને સુગરનું લેવલ વધારે હોય છે.
મેંદાથી બનેલી ચીજ
મેંદાથી બનેલી ચીજોનું વધારે પડતું સેવન તમારા હાર્ટ માટે ખતરારૂપ બની શકે છે. મેંદાની અંદર કોઈ પણ પ્રકારના પોષક તત્વો નથી હોતા.
ખાંડ પણ ખતરનાક
સુગરનું વધારે પ્રમાણે હોર્મોનનું લેવલ બગાડી નાંખે છે. જેના કારણે માત્ર ડાયાબિટીઝ જ નહી, પરંતુ હાઈ બ્લડ પ્રેસરનો ખતરો પણ વધી જાય છે. જે હાર્ટ માટે જોખમી છે.