આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રૉલ મળી આવે છે. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રૉલ. ગુડ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે સારો હોય છે, જ્યારે બેડ કૉલેસ્ટ્રોલ આપણા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે.
જેમાં સેચ્યૂરેટેડ ફેટ અને લોરિક એસિડ હોય છે, જે શરીરમાં કોલેસ્ટ્રૉલનું પ્રમાણ વધારે છે. આથી નારિયેળના તેલ અને તેની ક્રીમનું વધારે સેવન કરવાથી બચવું જોઈએ.
માખણમાં સોડિયમ અને ટ્રાન્સ ફેટનું પ્રમાણ વધારે હોય છે, જે કોલેસ્ટ્રૉલનું પ્રમાણ વધારે છે. કોલેસ્ટ્રૉલથી બચવા માટે માખણનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
લાલ મીટમાં સેચ્યૂરેટેડ એનિમલ ફેટ્સ મળી આવે છે, જે કોલેસ્ટ્રૉલના લેવલને વધારે છે. તેની જગ્યાએ ફિશ અથવા ચિકન બેસ્ટ ઑપ્શન બની શકે છે.
જેને ફૂલ ફેટ ક્રીમથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત આઈસ્ક્રીમમાં સુગરનું પ્રમાણ પણ વધારે હોય છે. જેના સેવનથી કોલેસ્ટ્રૉલનું સ્તર વધી જાય છે.
જેને બનાવવા માટે તેલ, મસાલા અને મેદાનો ઉપયોગ થાય છે. જેના કારણે તે કોલેસ્ટ્રૉલના લેવલને વધારે છે. આથી ફાસ્ટ ફૂડ્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ગળી વસ્તુઓનું સેવન પણ કોલેસ્ટ્રૉલના પ્રમાણને વધારે છે. કેક, ડોનટ્સ, ચૉકલેટ સહિત વધારે ગળી મીઠાઈઓ ખાવાનું ટાળવું જોઈએ.