ડાયાબિટીસ એક એવી લાઈલાજ બીમારી છે, જેમાં દર્દીનું બ્લડસુગર વધી જાય છે. જેને કંટ્રોલમાં કરવા માટે દવાઓની સાથે-સાથે યોગ્ય ડાયટ પણ લેવાની જરૂર પડે છે.
ડાયાબિટીસના દર્દીઓને ગળ્યું ખાવાની મનાઈ ફરમાવવામાં આવે છે, કારણ કે આવી વસ્તુ ખાવાથી સુગર લેવલ ઝડપથી વધી શકે છે. આથી જ ડાયાબિટીસના દર્દીઓને કેટલીક વસ્તુઓ ખાવાનું ટાળવું જ જોઈએ. તો ચાલો જાણીએ, ડાયાબિટીસના દર્દીઓએ શું ના ખાવું જોઈએ...
ડાયાબિટીસના દર્દીએ ખાંડ ખાવાથી બચવું જોઈએ. ખાંડ ખાવાથી બ્લડ સુગર ઝડપથી વધે છે અને ઈસ્યુલિન રેજિસ્ટેન્સ પણ થાય છે.
બ્રેડ, પિત્ઝા, પેસ્ટ્રી જેવી વાનગીઓ ખાવાથી બ્લડસુગર લેવલ ઝડપથી વધી શકે છે. આવા ફૂડમાં ફાઈબર નથી હોતું, જેના પરિણામે તે ઝડપથી નથી પચતું.
મોટાભાગના સૉફ્ટ ડ્રિન્કમાં હાઈ ફ્રક્ટોઝ કોર્ન સિરપ હોય છે, જે સુગર પેશન્ટ માટે હાનિકારક નીવડે છે. આવા ડ્રિન્ક્સ ફેટી લિવર અને મોટાપાની સમસ્યા વધારી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ પોતાની ડાયટમાં સમોસા, પકોડા, ચિપ્સ જેવી તીખી અને તળેલી વાનગીઓ ખાવાથી બચવું જોઈએ. જેના પરિણામે સુગર લેવલ વધી શકે છે.
સુગર પેશન્ટે પોતાની ડાયટમાં ઈન્સ્ટન્ટ નૂડલ્સ, કૂકીઝ, બિસ્કીટ અને ફરસાણ વગેરે જેવી વાનગી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આવી વસ્તુમાં હિડન સુગર હોય છે, જે બ્લડ સુગર વધારી શકે છે.