જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલાક વિશેષ છોડની પૂજા કરવાથી વ્યક્તિના કુંડળી દોષ દૂર થાય છે અને મુશ્કેલીઓથી છૂટકારો મળે છે.
વૃક્ષ તમારા જીવનમાં આવતાં દરેક સંકટને દૂર કરવામાં સહાયક છે. છોડની પૂજા કરવાથી લાભ પણ મળે છે.
ભગવાન વિષ્ણુને પ્રિય તુલસીને દેવી લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તુલસીનો છોડ ઘરમાં હોવો શુભ માનવામાં આવે છે. જ્યાં તુલસીના છોડની પૂજા કરવાથી લક્ષ્મીજીની સદૈવ કૃપા રહે છે.
પીપળામાં સાક્ષાત બ્રહ્માજી નિવાસ કરે છે. પીપળાને રોપવા, રક્ષા કરવી, અડવાથી તથા પૂજા ક્રમશઃ ધન, ઉત્તમ સંતાન, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે. તેની પૂજા કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે.
હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે લિમડાના ઝાડની પૂડા કરવી જોઈએ. જો તમે તમારા ઘરે અને કાર્યસ્થળ પર લિમડાનો છોડ વાવો છો તો સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર ભાગે છે.
વડનું ઝાડ દીર્ઘાયુ પ્રદાન કરનારું પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય અને સંતાન સંબંધી સમસ્યા દૂર થાય છે. શનિની પીડામાંથી મુક્તિ મળે છે.
આંબળાના ઝાડની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પૂજા કરવાથી ધન સંબંધી કોઈ સમસ્યા થતી નથી. તેનાથી દરેક વિસ્તારમાં સફળતા મળે છે. આ ઝાડની પૂજા કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
જે જાતકોની કુંડળીમાં ગુરુ સંબંધિત દોષ હોય અને આ ઝાડની પૂજા કરે તો તેને લાભ થશે. તેની પૂજા કરવાથી વિવાહના યોગ પણ ઝલદી બને છે.