World Malaria Day: મેલેરિયાથી બચવા માટે અપનાવો આ ઉપાય


By Sanket M Parekh2023-04-25, 16:16 ISTgujaratijagran.com

બારી-દરવાજામાં મચ્છરજાળી લગાવો

મચ્છરોથી બચવા માટે ઘરના દરવાજા અને બારીઓમાં મચ્છર જાળી લગાવી શકો છો, જેથી મચ્છરો ઘરની અંદર નહીં આવી શકે.

હાઈડ્રેટ રહો

ગરમીના દિવસોમાં ખુદને હાઈડ્રેટ રાખો. જેનાથી આપ મેલેરિયાને સરળતાથી મ્હાત આપી શકો છો. પાણી ઉપરાંત નાળિયેર પાણી, જ્યૂસ તેમજ ફળોનું સેવન કરતાં રહો.

મચ્છર ભગાડો

મોટાભાગે મચ્છરો બારીની નીચે તેમજ ઘરના ખુણામાં છૂપાઈને રહેતા હોય છે. જેને ભગાડવા માટે આપ મોસ્કિટો સ્પ્રેનો યૂઝ કરી શકો છો

ગંદકી ના થવા દો

ઘરની આસપાસ ગંદકી જમા ના થવા દો. જેમાં મચ્છર ઉછરે છે. જે બીમારીનું કારણ બની શકે છે. આથી આસપાસ સ્વચ્છતા જાળવી રાખો.

પાણી જમા ના થવા દો

ઘરની અંદર કે પછી આસપાસ પાણી જમા ના થવા દો. આ સાથે જ કુલરનું પાણી પણ બદલતા રહો, કારણ કે જમા થયેલા પાણીમાં મચ્છરો પોતાનું ઘર બનાવી લેતા હોય છે.

જંતુનાશક દવાઓનો છંટકાવ

મેલેરિયાથી બચવા માટે ઘરની આસપાસ જંતુનાશક દવાઓનો છંટકાવ કરો. જેથી મચ્છરોથી છૂટકારો મળશે અને તમે મેલેરિયા જેવી બીમારીઓથી બચીને રહેશે.

રિફિલ યૂઝ કરો

ઘરની પાણીની ટાંકીની આસપાસના ખાડા પૂરી દો. આ ઉપરાંત મચ્છરો ભગાડવાની રિફિલ ઘરમાં ઉપયોગ કરી શકો છો. જેનાથી મચ્છર નહીં થાય અને તમે મેલેરિયાથી પણ બચીને રહેશો.

વિધવા-કુંવારી યુવતીઓએ સિંદૂર કેમ ના લગાવવું જોઈએ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ