સ્મોકિંગ કરતાં લોકોમાં સૌથી વધારે જોવા મળે છે આ 5 બીમારી


By hariom sharma2023-04-24, 20:41 ISTgujaratijagran.com

ડ્રાઇ આંખ

સ્મોકિંગ કરતાં લોકોમાં ડ્રાઇ આઇ હોવાનું જોખમ વધુ રહે છે. સ્મોકિંગ કરવાથી આંખોને પર્યાપ્ત માત્રામાં પાણી બનતું નથી, જેનાથી આંખો સૂકાઇ જાય છે, જે ડ્રાઇ આઇનું કારણ બની શકે છે.

હાઇ બ્લડ પ્રેશર

સ્મોકિંગ કરવાની આદત બ્લડ પ્રેશરને વધારે છે, આમાં રહેલું નિકોટિન બીપીને વધારીને ધમનીઓની દીવાલ પર દબાણ આવે છે જેનાથી હાર્ટને લગતી સમસ્યા થઇ શકે છે.

હાઇ કોલેસ્ટ્રોલ

સ્મોકિંગ કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે. આમાં નિકોટિન હોય છે, જે એલડીએલ કોલેસ્ટ્રોલને વધારવાની સાથે સારા એચડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટવા લાગે છે.

કેન્સર

સ્મોકિંગ કરવાથી શરીરના સેલ્સ પર પ્રભાવ પડે છે. આમાં સેલ્સ ડીએનએ ડેમેજને રિપેર કરવામાં અસમર્થ રહે છે, જેનાથી શરીરમાં કેન્સરનું જોખમ વધે છે. આમા થ્રોટ કેન્સર, ઇસોફોગસ કેન્સર થઇ શકે છે.

હાર્ટની બીમારીઓ

નોન સ્મોકર્સની સરખામણીમાં સ્મોકિંગ કરતાં લોકોમાં હાર્ટની બીમારી જેમ કે હાર્ટ સ્ટ્રોક, હાર્ટ અટેકનું જોખમ વધુ રહે છે. આમા હાર્ટ મસલ્સ કમજોર થવાી સાથે ક્લોટિંગનું જોખમ પણ રહે છે.

વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઇએ આ 5 ટેસ્ટ