મેલેરિયામાં ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, તો ઝડપથી સાજા થશો


By Sanket M Parekh2023-04-25, 16:26 ISTgujaratijagran.com

મેલેરિયાના લક્ષણો

તાવ આવવો, માથામાં દુખાવો, ઊલટી થવી, ઠંડી લાગવી, થાક લાગવો, પેટમાં દુખાવો, ચક્કર આવવા

હાઈડ્રેટ રહો

ગરમીના દિવસોમાં ખુદને હાઈડ્રેટ રાખો. જેનાથી આપ મેલેરિયાને સરળતાથી મ્હાત આપી શકો છો. પાણી ઉપરાંત નાળિયેર પાણી, જ્યૂસ તેમજ ફળોનું સેવન કરતાં રહો.

શું ખાશો?

મેલેરિયામાં તાવ આવવા પર શરીરને અનેક પ્રકારના નુક્સાન થાય છે. આ દરમિયાન પ્રોટિન અને કાર્બોહાઈડ્રેટ યુક્ત ફૂડ ખાવું ખૂબ જ જરૂરી છે.

સીડ્સ અને નટ્સ

મેલેરિયા થવા પર ફાઈટોન્યૂટ્રિએન્ટ્સની સૌથી વધારે જરૂર રહે છે. આથી આ સમયે સીડ્સ અને નટ્સ ખૂબ જ ખાવા જોઈએ. જેમાં રહેલા પોષક તત્ત્વો સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે.

ના ખાશો આ વસ્તુ?

મેલેરિયા થવા પર ફેટ યુક્ત વસ્તુ જેમ કે, ચીઝ, પનીર, માખણ વગેરેનું સેવન બને તેટલું ઓછું કરવું જોઈએ. શરીર માટે ફેટ જરૂરી છે, પરંતુ વધારે ના ખાવું જોઈએ.

ઠંડા પાણીથી દૂર રહો

મેલેરિયા થવા પર ઠંડુ પાણી ના પીવું જોઈએ તેમજ ઠંડા પાણીથી ન્હાવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન દાડમ, કેરી, સંતરા અને પાઈનેપલ જેવા ફળોનું જ્યૂસ પીવું જોઈએ.

World Malaria Day: મેલેરિયાથી બચવા માટે અપનાવો આ ઉપાય