આ 5 વસ્તુઓ તમારી કિડનીને દરેક રીતે સુરક્ષિત રાખશે


By Smith Taral15, Mar 2024 11:40 AMgujaratijagran.com

કિડની શરીરમાં પાણી, મીઠું, સોડિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમનું સંતુલન જાળવી રાખે છે. કીડની શરીરના આરોગ્યમાં મહત્વનો ભાગ ભજવે છે, આ માટે કિડનીને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી કિડનીને હંમેશા માટે સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારે આ વસ્તુઓનું ખાસ ઘ્યાન આપવું જોઈએ

બ્લૂબેરી

ગુરૂગ્રામની નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ અને નેફ્રોલોજિસ્ટ ડૉ. પ્રીતિ બંસલ કહે છે કે બ્લૂબેરી અને સ્ટ્રોબેરી જેવા ફળોમાં વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને તે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

દહીં, છાશ-

ડૉ. પ્રીતિ બેસલના જણાવ્યા અનુસાર, દહીં અને છાશમાં પ્રોબાયોટીક્સ હોય છે જે સારા બેક્ટેરિયાને વધારે છે. તેનાથી કિડની સાફ કરવામાં મદદ કરે છે

મીલેટ્સ

આ અનાજ માત્ર કીડની માટે જ નહિ પરંતુ લીવર અને હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

લીલા શાકભાજી

લીલા પાંદડાવાળા શાકભાજીમાં એન્ટી ઈન્ફાલામેટરી ગુણો રહેલા હોય છે જે કિડનીનું ઈન્ફાલામેશન દૂર કરે છે.

વિટામિન સી ખોરાક -

બ્લુબેરી, દ્રાક્ષ, નારંગી, દ્રાક્ષ વગેરેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે કિડનીને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે

લસણની ચાના આ ફાયદાઓ જાણીને તમને નવાઈ લાગશે