દિવાળીના તહેવાર પર દરેક લોકો પોત પોતાના સગા સબંધીઓને શુભકામનાઓ પાઠવતા હોય છે, તમે આ વખતે યુનિક શુભેચ્છા સંદેશો મોકલી શકો છો.
દિવાળીની હાર્દિક શુભકામનાઓ! પ્રકાશનો આ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે એવી પ્રાર્થના.
આપ સૌને દિવાળીની શુભકામનાઓ! દેવી લક્ષ્મીની કૃપા તમારા ઘરને ખુશીઓથી ભરી દે.
દિવાળીના આ શુભ અવસર પર તમારા જીવનમાં અપાર ખુશીઓ અને સફળતાનો દીવો પ્રજ્વલિત રહે તેવી શુભકામનાઓ.
તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાય, તમે હંમેશા ખુશ રહો. હેપ્પી દિવાળી!
આ દિવાળી તમારા જીવનને નવા રંગોથી ભરી દે અને તમારા પરિવારને અપાર ખુશીઓ મળે તેવી દિવાળીની શુભકામનાઓ!