Chocolate Barfi: દિવાળી સ્પેશિયલ ચોકલેટ બરફીની રેસીપી


By Vanraj Dabhi29, Oct 2024 04:33 PMgujaratijagran.com

ચોકલેટ બરફી

બરફીની વિવિધ રેસીપી તમે ટ્રાય કરી હશે, આ દિવાળી પર તમે ચોકલેટ બરફીની યુનિક રેસીપી ટ્રાય કરો.

સામગ્રી

અખરોટ, ડાર્ક ચોકલેટ, અનસોલ્ટેડ બટર, દૂધ, મિલ્ક પાવડર, ડાયજેસ્ટિવ બિસ્કિટનો પાઉડર, કન્ડેન્સ્ડ મિલ્ક.

સ્ટેપ-1

સૌ પ્રથમ અખરોટના નાના ટુકડા કરીને મિક્સર જારમાં નાખી બરછટ પીસી લો.

સ્ટેપ-2

હવે ડાર્ક ચોકલેટને એક બાઉલમાં બારીક સમારીને બાજુ પર રાખો.

સ્ટેપ-3

હવે એક પેનમાં માખણ ગરમ કરી અને તેમાં ગ્રાઉન્ડ અખરોટને સાંતળી લો.

સ્ટેપ-4

હવે આ મિશ્રણમાં બારીક સમારેલી ચોકલેટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-5

હવે તે પેનમાં દૂધ અને મિલ્ક પાવડર, બિસ્કીટનો પાઉડર ઉમેરીને બધું ધીમે ધીમે મિક્સ કરો.

સર્વ કરો

હવે એક પ્લેટમાં બરફીના મિશ્રણ ફેલાવી ઠંડુ થાય પછી છરી વડે ટુકડા કરીને સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Mohanthal Recipe: દિવાળી માટે મોહનથાળની યુનિક રેસીપી