વિપ્રો કંપની શેરદીઠ રૂપિયા 445 કિંમતથી શેરોની બાયબેક કરશે, તેજીનો માહોલ જામ્યો


By Nileshkumar Zinzuwadiya28, Apr 2023 05:19 PMgujaratijagran.com

બાયબેકની જાહેરાત કરી

વિપ્રો લિમિટેડ શેરધારકો પાસેથી રૂપિયા 445 કિંમતથી કુલ 269,662,921 શેરની બાયબેક કરવાની જાહેરાત કરી છે. બાયબેક પાછળ કંપની 12 હજાર કરોડ ખર્ચ કરશે અને તે કુલ ઈક્વિટી શેરનો 4.91 ટકા હિસ્સો હશે.

રૂપિયા 3,075 કરોડ નફો નોંધાવ્યો

માર્ચ ત્રિમાસિક ગાળામાં કંપનીનો સંકલિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 0.4 ટકા ઘટી રૂપિયા 3,075 કરોડ થયો હતો.

આવક 11.2 ટકા વધી

કંપનીને તેની કામગીરીમાંથી આવક 11.2 ટકા વધી રૂપિયા 23,190 કરોડ થઈ છે,જે અગાઉ રૂપિયા 20,860 કરોડ હતી. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં આવક 23,229 કરોડ રહી હતી.

શેરની કિંમતમાં તેજી

શેરબજારમાં કંપનીના શેરનો ભાવ રૂપિયા 2 ટકા વધી રૂપિયા 382.35 પર ખુલ્યો હતો. ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 388 અને લો રૂપિયા 379.85 બોલાયો હતો. અંતમાં રૂપિયા 10.30 વધીને રૂપિયા 384.70 રહ્યો હતો.

શેરબજારમાં એક ટકાની તેજી, નિફ્ટીએ 18 હજારની સપાટી પાછી મેળવી