શેરબજારમાં ઓલ-રાઉન્ડ ખરીદી નીકળતા ભારતીય બજારમાં તેજીમય મહાલો જોવા મળ્યો હતો.
વૈશ્વિક બજારોમાંથી એકંદરે મિશ્ર સંકેત મળ્યા હતા. જાપાન તથા ચીનના બજારોમાં આશરે એક ટકા તેજી જોવા મળી હતી. ફેસબૂક પેરેન્ટ મેટા પ્લેટફોર્મ તરફથી અપેક્ષા કરતા સારા પરિણામો રજૂ કરવામાં આવ્યા હતા.
બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 463 પોઇન્ટ એટલે કે 0.76 ટકા જ્યારે નિફ્ટી 150 પોઇન્ટ અથવા 0.84 ટકા વધ્યા હતા.RIL, ITC, L&T, SBI, કોટક મહિન્દ્રા બેંકમાં નોંધપાત્ર સુધારો થયો
BSE ખાતે લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ રૂપિયા 269 લાખ કરોડથી વધીને રૂપિયા 271.80 લાખ કરોડ થયું હતું. રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 2.8 લાખ કરોડ વધારો થયો છે.