સપ્લાઈની મોસમી સમસ્યાને લીધે મોંઘવારી વધી


By Nileshkumar Zinzuwadiya2023-04-27, 23:05 ISTgujaratijagran.com

પુરવઠાની સ્થિતિ

પુરવઠા સાથે જોડાયેલી મોસમી સમસ્યાને લીધે મોંઘવારી વધી છે અને આવશ્યક સામગ્રીની કિંમત ઘટાડવા સરકાર પ્રયત્ન કરી રહી છે, તેમ નાણાં મંત્રીએ જણાવ્યું છે.

ઈંધણની કિંમતમાં ભારે ઉછાળો

ઈંધણ અને નેચરલ ગેસ અંગે પ્રશ્ન પૂછતાં નાણાં મંત્રીએ કહ્યું કે આપણે એક વાત સમજવાની જરૂર છે. આ ઉત્પાદનોની આયાત કરવામાં આવે છે. કોરોના તથા રશિયા-યુક્રેન યુદ્ધને લીધે કિંમતમાં ભારે ઉછાળો આવ્યો છે.

કિંમતો ઘટાડવા પ્રયત્નશીલ

કેન્દ્ર સરકાર કિંમતો ઘટાડવા પ્રયત્ન કરી રહી છે. તેને લીધે મોંઘવારીનો દર 6 ટકાથી ઘટી 5.8 ટકા થયો છે. મોસમી સ્તર પર પુરઠાની સમસ્યા વધી છે.

RBIએ વ્યાજ દર યથાવત રાખ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે RBIએ અગાઉની નાણા નીતિની સમીક્ષા કરતા વ્યાજદરમાં કોઈ વધારો કર્યો ન હતો. આ ઉપરાંત ફુગાવો પણ ઘટીને આવ્યો હતો.

વૈશ્વિકસ્તરે સ્થિતિ પ્રતિકૂળ

વૈશ્વિકસ્તરે પ્રવર્તિ રહેલી પ્રતિકૂળ સ્થિતિની ઘરઆંગણે અસર જોવા મળી રહી છે. ખાદ્ય ચીજવસ્તુની કિંમતો ઉંચી છે. ખાસ કરીને અનાજ, કઠોળ તથા વિવિધ તેલોના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.

IKODOO Buds One ઇયબડ્સ, ઓછી કિંમતે ANC અને વાયરલેસ ચાર્જિંગ