શેરબજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ ડેમાં તેજી, સેન્સેક્સ 348 પોઇન્ટ ઉછળ્યો


By Nileshkumar Zinzuwadiya2023-04-27, 16:21 ISTgujaratijagran.com

છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં તેજી

ભારતીય શેરબજારમાં ગુરુવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશન દરમિયાન તેજી જોવા મળી. F&O એક્સપાયરી દિવસે શેર બજારમાં એકંદરે મજબૂત સુધારો જોવા મળેલો.

નિફ્ટી 18 હજાર નજીક પહોંચી

સેન્સેક્સ 348.80 પોઇન્ટ ઉછળી 60,649.38 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 101.45 પોઇન્ટ ઉછળી 17,915.05 પર બંધ રહ્યો હતો. નિફ્ટીએ લાંબા સમય બાદ 18 હજારની સપાટી દર્શાવી છે.

25 શેરમાં તેજી અને 5 શેરમાં ઘટાડો થયો

સેન્સેક્સની 30 પૈકી 25 શેરમાં તેજી, 5 શેરમાં ઘટાડો થયો . બજાજ ફાઈનાન્સ અને બજાર ફિનસર્વના શેરોમાં સારી તેજી જોવા મળી. ITC, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ, રિલાયન્સ, ટાઈટન વગેરે શેરોમાં મજબૂત વલણ

ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિ આશરે 3 લાખ કરોડ વધી

બજારમાં તેજીમય માહોલને પગલે શેર બજારમં રોકાણકારોની સંપત્તિમાં છેલ્લા ચાર દિવમસાં આશરે ત્રણ લાખ કરોડનો વધારો થયો છે.

રૂપિયા 2.69 લાખ કરોડ થયું

21મી એપ્રિલે જ્યારે બજાર બંધ હતું ત્યારે લિસ્ટેડ કંપનીનું બજાર મૂડીકરણ રૂપિયા 2.66 લાખ કરોડ હતું. જે આજે બજાર બંધ રહ્યું હતું ત્યારે વધીને રૂપિયા 2.69 લાખ કરોડ થયું છે.

રાધિકા મદન દરેક લુકમાં દેખાય છે આકર્ષક