ઠંડીમાં ગરમ ગરમ ખજૂર વાળું દૂધ પીવીથી લોહીની ઉણપ દૂર કરીને હાડકા મજબૂત કરે છે.
ખજૂર, દૂધ, બદામ, અખરોટ, કાજુ, એલચી.
સૌ પ્રથમ ખજૂરના ઠળિયા કાઢી એક બાઉલમાં નાખી તેને ગરમ પાણી વડે હળવા હાથે ધોઈ લો.
હવે એક બાઉલમા ખજૂર,બદામ, અખરોટ, કાજુ અને એક કપ દૂધ ઉમેરીને 15 મિનિટ પલાળી રાખો.
હવે એક પેનમાં દૂધ ગરમ કરો તેમાં પલાળેલ ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરી લો.
હવે તેને બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી તેમાં એલચી પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
તૈયાર છે ખજૂર વાળું દૂધ તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.