ચોખાની વિવિધ વાનગી તમે ટ્રાય કરી હશે, આજે અમે તમને રાઈસ બોલની યુનિક વાનગી બનાવવાની રીત તમને જણાવીશું.
ચોખાનો લોટ, જીરું, ગરમ પાણી, તેલ, લીલા મરચા, કરી પત્તા, આદુ, કેપ્સીકમ, ગાજર, હળદર પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, બાફેલા બટેટા, કોથમીર.
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ, જીરું, મીઠું અને પાણી ઉમેરીને મિક્સ કરી લોટ બાંધી લો.
હવે એક પેનમાંતેલ ગરમ કરી આદુ-મરચાની પેસ્ટ, કરી પત્તા,કેપ્સીકમ, ગાજર ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં હળદર,મીઠું વગેરે મસાલા ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં બાફેલા બટાકાનો છુદો ઉમેરીને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી મિશ્રણ ઠંડુ થાય એટલે લૂઆ બનાવી લો.
હવે ચોખાના લોટના લોટમાંથી લૂઆ વાળી પુરી જેમ પાથરી તેમાં સ્ટફિંગનો લૂઓ વાળી ભાતમાં મિક્સ કરી લો.
હવે એક સ્ટીમ વાસમાં તેલ ગ્રીસ કરી તેમાં બોલ મૂકીને 20 મિનિટ સુધી સ્ટફ કરી લો.
તૈયાર છે રાઈસ બોલ તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.