ભોજન સાથે કે ભોજન બાદ છાસ પીવી દરેક લોકોને પસંદ હોય છે, તમે ઘરે મસાલા છાસ બનાવી શકો છો.
દહીં, કોથમરી, લીલા મરચા, આદુ, સંચળ મીઠું, જીરું પાઉડર, કાળા મરી પાઉડર, મીઠું, ફુદીના પાઉડર, પાણી, લીંબુ.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં દહીં, કોથમરી, લીલા મરચા, આદુ વગરે મસાલા ઉમેરીને બ્લેન્ડ કરી લો.
હવે એક પ્લેટમાં કાળા મરી પાઉડર અને મીઠું મિક્સ કરી લો.
હવે એક ગ્લાસના કાઢાં પર લીંબુનો રસ લગાવી મસાલો નાખો.
બ્લેન્ડ કરેલ છાસ ગ્લાસમાં ભરીને ઉપરથી ફુદીનાનો પાઉડર છાંટો.
તૈયાર છે મસાલા છાસ તમે ભોજન પછી કે ભોજન સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.