ઢોકળા તો તમે ખાધા હશે પરંતુ આજે અમે તમને રવા બેસનના ઢોકળાની યુનિક રીત જણાવીશું.
રવો, બેસન, ખાંડ, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ,મીઠું, તેલ, દહીં, પાણી, બેકિંગ સોડા, રાઈ, મીઠા લીમડાના પાન, લીલાં મરચાં, તેલ, કોથમીર, નારિયેળ.
એક બાઉલમાં રવો, આદુની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, ખાંડ, તેલ અને દહીં નાખીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં બેસન અને પાણી નાખીને મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
હવે તેમાં ફ્રુટ સોલ્ટ નાખીને મિક્સ કરીને ઝડપથી તેલયુક્ત ટીનમાં નાખીને સ્ટીમ કરવા મૂકો.
20 મિનિટ સુધી વરાળમાં સ્ટીમ કરો પછી તેને સ્ટીમરમાંથી બહાર કાઢીને છરી વડે ટુકડા કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,મીઠો લીમડો અને લીલાં મરચાં નાખીને વઘાક કરીને ઢોકળાના ટુકડા પર વઘાર રેડો.
હવે તેના પર નારિયેળ અને કોથમીરથી ગાર્નિશ કરીને રવા ઢોકળાને ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.