Gujarati Khandvi Recipe: ઘરે ટ્રાય કરો ટ્રેડિશનલ ગુજરાતી ખાંડવી


By Vanraj Dabhi12, Dec 2024 10:27 AMgujaratijagran.com

ખાંડવી

ખાંડવી દરેક લોકોએ ખાધી હશે, તમે ઘરે ટ્રેડિશનલ ગુજરાતી ખાંડવી બનાવવા માંગતા હોવ તો આ રેસીપી નોંધી લો.

સામગ્રી

ચણાનો લોટ, દહીં,પાણી, હળદર, લાલ મરચું પાવડર, હિંગ,આદુ-મરચાની પેસ્ટ, ખાંડ, મીઠું, તેલ, રાઈ, મીઠા લીમડાના પાન, સફેદ તલ, કોથમરી, છીણેલું નારિયેળ, દાડમના દાણા.

સ્ટેપ-1

સૌથી પહેલા એક મોટા બાઉલમાં ચણાના લોટ,દહીં,હળદર,ખાંડ,પાણી અને મીઠું ઉમેરીને પછી તેને બ્લેન્ડર વડે મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં આદુ-મરચા પેસ્ટ ઉમેરીને મિક્સ કરો અને ગેસ પર તવો મૂકો.

સ્ટેપ- 3

હવે આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવતા રહીને પકાવીને એક પ્લેટમાં તેલ લગાવીને મિશ્રણને પ્લેટમાં નાખો અને ફેલાવીને ઠંડું થાય પછી છરી વડે પાતળી ખાંડવીને રોલ કરો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ,મીઠા લીમડાના પાન,સફેદ તલને સાંતળીને ખાંડવી પર રેડો.

સર્વ કરો

તૈયાર છે સ્વાદિષ્ટ ખાંડવી છે તમે બારીક સમારેલી કોથમીર અને દાડમના દાણા ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Til Chikki Recipe: તલની ચીકી બનાવવાની રેસિપી