તલ - 1 કપ,ગોળ - 1 કપ (તલના પ્રમાણમાં બરાબર હોવું જોઈએ) ઘી - 2 ચમચી.
પહેલા તલને ધીમી આંચ પર એક પેનમાં શેકી લો, જ્યાં સુધી તે હળવા બ્રાઉન થાય અને સુગંધ આવે. આને પછી તલને ઠંડા થવા દો.
એક પેનમાં ઘી અને ગોળ નાખો અને તેને ધીમી આંચ પર ઓગળવા દો. જો ગોળ ખુબ કડક હોય તો થોડું પાણી ઉમેરીને ઓગળો.
એક તારવાળી ચાસણી બની જાય પછી તેમા તલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
મિશ્રણને એક ગ્રીસ કરેલા થાળીમાં પાથરો. તેને સપાટ કરવા માટે ચમચા કે રોલિંગ પિનનો ઉપયોગ કરી શકો.
મિશ્રણને ઠંડુ થવા દો. તે ઠંડુ થયા પછી, તેને નાના ટુકડાઓમાં કાપી લો.