Tanjaliya Ni Bhaji:તાંજરીયાની ભાજી બનાવવાની સરળ રેસિપી


By Hariom Sharma11, Dec 2024 04:06 PMgujaratijagran.com

સામગ્રી:

તાંજરીયો - 500 ગ્રામ, તેલ - 2 ચમચી, રાઈ - 1/2 ચમચી, જીરું - 1/2 ચમચી, હિંગ - એક ચુંચ, લાલ મરચાંનો પાઉડર - 1 ચમચી, હળદર પાઉડર - 1/4 ચમચી, મીઠું - સ્વાદ મુજબ, ધાણાજીરું - 1 ચમચી.

તાંજરીયો તૈયાર કરો:

તાંજરીયાને સારી રીતે ધોઈ નાખો અને સમારી લો.

વઘાર કરો:

કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થયા પછી રાઈ અને જીરું નાખો. જ્યારે રાઈ ફૂટે ત્યારે હિંગ નાખો.

મસાલા નાખો:

હળદર, લાલ મરચાંનો પાઉડર અને ધાણાજીરું નાખીને સારી રીતે મિક્સ કરો.

તાંજરીયો ઉમેરો:

તાંજરીયાના ટુકડા કડાઈમાં નાખો. સારી રીતે મિક્સ કરી ને મીઠું નાખો.

પકાવો:

આંચ ધીમી કરીને તાંજરીયાને ઢાંકી દો અને તેને મીડિયમ આંચ પર 10-12 મિનિટ સુધી પકાવો. વચ્ચે વચ્ચે ચેક કરીને ચમચીથી હલાવી રાખો જેથી તે નીચેથી ન ચિપકે.

સર્વ કરો:

ભાજી તૈયાર થઈ ગયા પછી તેને ગરમ ગરમ રોટલી અથવા ભાત સાથે સર્વ કરો.

Gujarati Masala Bhindi Recipe: ગુજરાતી ભીંડી મસાલા રેસીપી