Gujarati Masala Bhindi Recipe: ભીડાનું શાક એક એક એવું છે જે બાળકોથી લઈ દરેકને ભાવતું હોય છે. વળી જ્યારે ભીંડાનું શાક હોય ત્યારે સામાન્ય કરતા દરેક વ્યક્તિ વધારે ખાય છે.
અડધો કિલો ભીંડા, 2-3 લાલ કે લીલા મરચાં, 3 ચમચી તેલ, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, 3-4 લસણની કળી, 2 મોટી ડુંગળી બારીક સમારેલી.
સૌ પ્રથમ, ભીડાને સ્વચ્છ પાણીમાં ધોઈ લો, તેને કપડાથી લૂછી લો અને તેને ગોળ અથવા લાંબા આકારમાં કાપી લો.
ડુંગળી, લસણ અને મરચાને પણ ઝીણા સમારીને પ્લેટમાં રાખો.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું, લસણ અને મરચું નાખીને સાંતળો.
હવે તેમાં સમારેલા ભીંડાને ઉમેરો અને તેને 5-7 મિનિટ માટે ધીમી આંચ પર ફ્રાય કરો અને તેને સતત હલાવતા રહો.
5-7 મિનિટ પછી, ડુંગળી ઉમેરો, આગ ઓછી કરો અને સતત હલાવતા રહો.
જ્યારે ભીંડો સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં મીઠું, મરચું પાવડર, હળદર, ધાણા પાવડર, થોડો ગરમ મસાલો પાવડર નાખી બધું મિક્સ કરો.
ભીંડી મસાલા સાથે સારી રીતે શેકાઈ જાય પછી એકથી દોઢ લીંબુનો રસ નીચોવી મિક્સ કરો.
શાકભાજીને સારી રીતે મિક્સ કર્યા પછી તેને ભાત અને રોટલી સાથે સર્વ કરો.