શિયાળામા હેલ્ધી રહેવા માટે તમે નાસ્તામાં પીઝા તો ખાધા હશે આજે અમે તમને પીઝા પરાઠાની યુનિક રેસીપી જણાવીશું.
મલ્ટીગ્રેન લોટ, દહીં, મકાઈ, પનીર, ઓલિવ, ચિલ ફ્લેક્સ, ઓરેગાનો, કાળા મરી પાવડર, મીઠું, કોથમીર, કેપ્સિકમ, ચીલી ફ્લેક્સ, મોઝેરેલા ચીઝ.
સૌ પ્રથમ જણાવેલ સામગ્રીને જીણી સમારીને એક બાઉલમાં બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરી લો.
હવે એક બાઉલમાં મલ્ટીગ્રેન લોટ, દહીં અને પાણી ઉમેરીને લોટ બાંધી રોટલી વણી લો.
હવે એક રોટલી પર તૈયાર કરેલ સટફિંગ ભરી ઉપર બીજી રોટલી મુકી પરાઠા જેમ બનાવી લો.
હવે એક તવો ગરમ કરી તેની પર તેલ ગ્રીસ કરી પીઝાને 2 મિનિટ સુધી શેકી લો.
તૈયાર છે પીઝા પરાઠા, તેને કટરથી કટ કરી ચીલી ફ્લેક્સ નાખો અને ગરમા ગરમ પીઝા સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.