વિન્ટર સ્પેશિયલ ડ્રાય ફ્રુટ ચિક્કી રેસીપી


By Vanraj Dabhi03, Feb 2024 03:25 PMgujaratijagran.com

ડ્રાય ફ્રુટ ચિક્કી રેસીપી

શિયાળામાં દરેક લોકોને ચિક્કી ખાવી ગમે છે, ચિક્કી ઘણી પ્રકારની બનાવવામાં આવે છે,આજે અમે તમને ડ્રાય ફ્રુટ ચિક્કી રેસીપી જણાવીશું.

સામગ્રી

કાજુ,બદામ,અખરોટ,સૂકા મેવા(મન પસંદ ડ્રાય ફ્રૂટ),ગોળ,પાણી,ખાવાનો સોડા.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક પેનમાં ડ્રાય ફ્રૂટ શેકી લો અને ઠંડા થાય પછી ચપ્પુ વડે સમારી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં ગોળના ટુકડા અને થોડું પાણી ઉમેરીને ઓગાળીને ચાસણી બનાવો.

સ્ટેપ- 3

હવે તેમાં ડ્રાય ફ્રૂટનો ભુકો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે એક ડિશમાં તેલ માલીસ કરીને તેમાં પીસ્તા ગાર્નિશ કરીને ચિક્કીનું મિશ્રણ કાઢીને ફેલાવી દો.

સર્વ કરો

ડ્રાય ફ્રૂટ ચિક્કી તૈયાર છે તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ક્રિસ્પી અને ટેસ્ટી બીટ-રવા ઢોસા રેસીપી