ઢોસા તો તમે ટ્રાય કર્યા જ હશે પરંતુ શું તમે બીટના ઢોસા ક્યારેય ટ્રાય કર્યા છે, તો આજે અમે તમને બીટના ઢોસા ઘરે બનાવવાની રીત જણાવીશું.
બીટ,ચોખાનો લોટ,મીઠું,રવો,પાણી,જીરું,લીલા મરચાં,ડુંગળી,ધાણાજીરું,તેલ.
સૌ પ્રથમ બીટના ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરો અને તેમાં થોડું પાણી ઉમેરીને ગ્રાઈન્ડ કરી એક બાઉલમાં કાઢી લો.
હવે તેમાં ચોખાનો લોટ,ઝીણો રવો,મીઠું અને પાણી ઉમેરીને સારી રીતે હલાવીને મિક્સ કરો.
હવે તેમાં જીરું,સમારેલા લીલા મરચાં,ડુંગળી,ધાણાજીરું ઉમેરો અને સારી રીતે હલાવો.
હવે એક તવાને ગરમ કરી અને થોડું પાણી છાંટીને ઢોસાનું બેટર તવા પર રેડો અને તેમા પર થોડું તેલ ઉમેરીને મધ્યમ તાપ પર બંને બાજુએ સારી રીતે પકાવો.
સુપર લાઇટ અને ટેસ્ટી બીટ ઢોસાને તમે નારિયેળની ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.