આમળાનો મુરબ્બો ઘરે બનાવવાની રીત


By Vanraj Dabhi03, Feb 2024 12:25 PMgujaratijagran.com

આમળાનો મુરબ્બો રેસીપી

ભોજનનો સ્વાદ વધારવામાં એક પરફેક્ટ રેસીપી આમળાનો મુરબ્બો છે જો તમે તેને ઘરે અજમાવી શકો છો, જાણી લો તેને બનાવવાની સરળ રીત.

સામગ્રી

આમળા,સાકર કે ખાંડ,એલચી પાવડર,કેસરના રેસા.

સ્ટેપ- 1

આમળાને સારી રીતે ધોઇને તેના પર થોડા-થોડા અતંરે કાંપા પાડી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને નાખીને બાફી લો.

સ્ટેપ- 3

એક પેનમાં પાણી ગરમ કરી તેમાં ખાંડ કે સાકર ઉમેરી સારી રીતે મિક્સ કરી ઓગાળીને ચાસણી બનાવો.

સ્ટેપ- 4

હવે તેમાં બાફેલા આમળા ચાસણીમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરીને બે દિવસ રાખી મૂકો લો.

સ્ટેપ- 5

હવે આમળાને ચાસણીમાંથી નીતારીને કાઢી લો અને એક પેનમાં ચાસણી,એલચી પાવડર, કેસર ઉમેરીને મિક્સ કરી લો

સર્વ કરો

તૈયાર આમળાનો મુરબ્બો તે ઠંડો થયા પછી કાચની બરણીમાં ભરીને સ્ટો કરી શકો છો અને ગમે ત્યારે સર્વ કરી શકો કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વિશ્વના ટોપ 10 ધનવાન વ્યક્તિ કોણ છે, જાણો નેટવર્થ બિલિયનમાં છે