ઠંડીમા સૂપનુ સેવન કરવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામા આવે છે. ચલો જાણીએ કેટલાક હેલ્ધી સૂપ વિશે જે તમને શિયાળામા સ્વસ્થ રહેવામા મદદ કરે છે.
વિટામિન્સથી ભરપૂર સ્વીટ કોર્ન આજકાલ બજારમા ખૂબ મળે છે, જેનો તમે સૂપ બનાવીને પી શકો છો. નાનાથી લઈને મોટા લોકોને તેનો સ્વાદ ખૂબ પસંદ આવે છે.
લીલા વટાણાનો ઉપયોગ કરીને તમે અનેક શાકભાજી બનાવી શકો છો, લીલા વટાણાનો સૂપ પીવો ખૂબ જ હેલ્ધી માનવામા આવે છે.
વિટામિન એ થી ભરપૂર ગાજર અત્યારે માર્કેટમા ખૂબ મળે છે. ઠંડીમા તેનો જ્યુસ પીવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે.
બજારમા મળતા તમામ લીલા શાકભાજીને મિક્સ કરીને બનાવવામા આવતો જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. મિક્સ વેજિટેબલ જ્યુસ બનાવવા માટે તમે ગાજર, વટાણા, કોબીજ, ટમેટા જેવા શાકભાજીનો ઉપયોગ કરી શકો છો.
વિટામિન્સ, આયરન અને ખનીજથી ભરપૂર બીટનો સૂપ પીવાથી સ્વાસ્થ્યની સાથે ચામડી માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.
વિટામિન્સથી ભરપૂર મશરુમનો સૂપ પીવાથી સ્વાસ્થ્યની સાથે વજન પણ નિયંત્રણમા રહે છે.