જંક ફૂડનુ વધારે માત્રામા સેવન કરવાથી પેટમા ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે, જેના કારણે મળનો નિકાલ કરવામા પણ તકલીફ થાય છે. એવામા તમે પેટને સાફ રાખવા માંગો છો તો તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.
રોજ સવારે એક ગ્લાસ પાણી પીવાથી મળનો ત્યાગ કરવામા મદદ મળે છે. ગરમ પાણી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ દૂર થાય છે.
જીરાનુ પાણી મળ ત્યાગની સમસ્યાને દૂર કરવામા મદદ કરે છે. આ માટે 250 ML પાણીમા એક ચમચી જીરુ નાખીને 4 મિનિટ ઉકાળો. અને પાણી ઠંડુ થાય ત્યારે પી લો.
ફુદીના, તજ, અજમાની ચા પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે.
સવારે ઉઠીને સફરજનના સિરકા પીવાથી પેટને સાફ રાખવામા મદદ મળે છે. આ માટે નવસેકા ગરમ પાણીમા સફરજનના સિરકાને નાખીને પીઓ.
સવારે ઉઠીને રોજ પાણીમા 2 ચપટી મીઠુ નાખીને પીવાથી પેટને સાફ રાખવામા મદદ મળે છે.