Winter Places: ભારતમાં ડિસેમ્બરમાં જોવાલાયક સ્થળો


By Vanraj Dabhi25, Nov 2024 04:41 PMgujaratijagran.com

ડિસેમ્બર ડેસ્ટિનેશ

ડિસેમ્બરમાં ભારતમા ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ તો આ માહિતી તમને ઉપયોગી થશે, જાણી લો બેસ્ટ ડેસ્ટિનેશ.

ગોવા

સમગ્ર વિશ્વમાં ગોવા તેના સુંદર દરિયા કિનારા માટે જાણીતુ છે. અહીં દર વર્ષે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં પર્યટકો આવે છે.

મનાલી

દિલ્લીથી 600 કિમી દૂર હિમાચલ પ્રદેશમાં કુલ્લુના ખીણની ઉત્તરમાં મનાલી આવેલ છે.

જયપુર

રાજસ્થાન રાજ્યનું પાટનગર અને પિંક સીટી તરિકે જાણીતુ પર્યટક સ્થળ છે.

ઔલી

ભારતના ઉત્તરાખંડના હિમાલય પર્વતમાળાના ચમોલી જિલ્લામાં આવેલું છે.

ઉદયપુર

રાજસ્થાન રાજ્યનું મુખ્ય મથક ઉદયપુર નગરનું સૌંદર્ય જોવાલાયક હોવાથી અહીં સહેલાણીઓની ભીડ આખું વર્ષ જોવા મળે છે.

કચ્છનું રણ

ગુજરાતના કચ્છ જિલ્લામાં વિશાળ રણ પ્રદેશ આવેલ છે, અહીં દર વર્ષે અસંખ્ય પર્યટકો આવતા હોય છે.

ડેલહાઉસી

ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલું એક જાણીતું ગિરિમથક છે.

શિમલા

ભારતના હિમાચલ પ્રદેશનું પાટનગર શિમલા છે. અહીં સહેલાણીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે.

ઊટી

તમિલનાડુ રાજ્યમાં આવેલા નિલગિરી જિલ્લાનું જિલ્લામથક છે.નિલગિરીના પહાડીમાં ઊટી આવેલું છે.

નૈનીતાલ

ભારતના ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે.

Weekend Getaways: વીક-એન્ડમાં રંગીલા રાજકોટની એક સુહાની સફર માટેના પીકનીક પોસ્ટ