શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખશે આ વસ્તુઓ


By Sanket M Parekh23, Nov 2023 04:24 PMgujaratijagran.com

આદુની ચા

આદુની ચા સૌ કોઈને પસંદ હોય છે. ઠંડીથી બચવા માટે તમે તેનું સેવન કરી શકો છો. જે એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી અને એન્ટી સેપ્ટિક ગુણોથી ભરપુર હોય છે. આ સાથે જ આદુની તાસીર ગરમ હોય છે.

ખજૂર

ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે તમે દરરોજ 2-3 ખજૂર ખાઈ શકો છે. જેની તાસીર ગરમ હોવાથી તે તમને ઠંડીથી બચાવશે.

ગોળ

ગોળની તાસીર પણ ગરમ હોય છે. આથી હંમેશા શિયાળામાં ગોળના વધારે સેવનની સલાહ આપવામાં આવે છે. જે મેટાબૉલિઝમને પણ બૂસ્ટ કરે છે.

મધ

બૉડીને ગરમ રાખવા માટે તમારે હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીવું જોઈએ. જેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ મળી આવે છે.

હળદરનું દૂધ

શરદીથી બચવા માટે તમે હળદર વાળુ દૂધ પી શકો છે. જેનું સેવન રાતે સૂતા પહેલા કરો.

ચપટી સંચળથી થશે ચમત્કારિક ફાયદા