આજે એક સ્પેશિયલ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ,તે હેલ્ધી આરોગ્ય વર્ધક ડ્રાયફ્રુટ લાડુની રેસીપી છે.તમે તેને ઘરે બનાવવા માંગતા હોવ તો આ રેસીપી નોંધી લો.
1 કપ બદામ,1 કપ કાજુ,1 કપ મગજતરીના બી,1/2 કપ પિસ્તા,1 કપ કોપરાનું છીણ,1 કપ મખાના,4 ચમચી દેશી ઘી,1 કપ ગોળ,1 ચમચી જાયફળ પાઉડર,1 ચમચી ઇલાયચી પાઉડર,1 ચમચી ખસખસ.
તમામ સમાગ્રીને અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર કરો.
હવે એક પેનમાં મખાના,બદામ,કાજુ, પિસ્તા,મગજતરીના બીજને સાંતળીને આ બધાને અલગ બાઉલમાં ભરી લો.
હવે એક પેનમાં ઘી,ગોળ નાખીને ગરમ કરો.
હવે તેમાં અધ કચરા ક્રશ કરેલા ડ્રાયફ્રુટ,મખાના પાઉડર,કોપરાનું છીણ, ઇલાયચી પાઉડર,જાયફળ પાઉડર, નાખીને મિક્સ કરી લો
હવે આ મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી હાથને ઘી થી ગ્રીસ કરી લાડુ વાળીને એક ડીશમાં ગોઠવવો.
ડ્રાયફ્રુટ લાડુને સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના પર કાજુ-બદામથી ગાર્નિશ કરો.
તૈયાર છે આપણા ડ્રાયફ્રુટ લાડુ, તમે હેલ્ધી આરોગ્ય વર્ધક લાડુ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.