જો તમે વજન વધાર્યા વિના કેટલીક સ્વાદિષ્ટ રેસીપીનો આનંદ માણવા માંગતા હોવ, તો આ ટેસ્ટી બીટ હલવાની રેસીપી તમારા માટે છે. આવો જાણીએ.
500 ગ્રામ બીટ, 1 લીટર દૂધ, 1/2 કપ ઘી, 1 કપ ખોયા, 2 ચમચી એલચી પાવડર અને કેટલાક સૂકા મેવાની જરૂર પડશે.
એક તપેલી લો અને થોડું દૂધ ગરમ કરી પછી તેમાં છીણેલું બીટ ઉમેરીને દૂધ સારી રીતે શોષાઈ જાય ત્યાં સુધી પકાવો.
હવે ઘી ઉમેરીને 2-3 મિનિટ પકાવીને થોડા ખોવા અને ગોળ ઉમેરીને હલાવતા રહીને બીજી 3-4 મિનિટ પકાવો.
હવે તેને એક પ્લેટમાં કાઢીને તેને હળવા હાથે ક્રશ કરી લો. હલવો ઘટ્ટ અને ક્રીમી ન થાય ત્યાં સુધી તેને પકાવો.
લાસ્ટમાં હલવો પાકી જાય પછી તેમાં થોડા બદામ અને કેસર ઉમેરો.
સુગર ફ્રી બીટનો હલવો તૈયાર છે, હવે તેને તમે ગરમા-ગરમ સર્વ કરો અને આનંદ લો.
જો તમને સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.