હૈદરાબાદી બિરયાની ખુબ વખણાય છે, તે બે પ્રકારની વેજ અને નોનવેજ હોય છે, આજે આપણે મટર બિરયાની ઘરે બનાવવાની રીત જાણીશું.
2 કપ બાસમતી રાઇસ,4 લીલા મરચાં,ગાજર,1/2 કપ લીલા વટાણા,2 ડુંગળી,1 ચમચી આદુ લસણ પેસ્ટ,2 તમાલપત્ર,4 મરી,4 લવીંગ,1 તજ,4 ઇલાયચી,1 ચમચી જીરું,1/2 ચમચી હીંગ,2 ચમચી બિરયાની મસાલો,3 ચમચી ઘી,સ્વાદ પ્રમાણે મીઠું.
એક પેનમાં 5થી 6 કપ પાણી નાખી ઉકાળીને મસાલા સાથે રાઇસ,મીઠું નાખીને પકાવી લો.
પેનમાં 1 ચમચી ઘીમાં લીલા મરચાં,ગાજર, વટાણાને પણ ઘીમાં સાંતળી લો.
હવે તેમાં બોઇલ કરેલા બાસમતી ચોખા,1 ચમચી બિરયાની મસાલો,ચપટી મીઠું,કોથમીર,1 ચમચી ઘી એડ કરીને મિક્સ કરો.
ધીમા ગેસ પર તવો મૂકીને બિરયાની પેનમાં ઢાંકીને 5 થી 6 મિનિટ પકાવી લો.
તમારી ટેસ્ટી બિરયાની તૈયાર છે તમે તેને સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.