દાળ ખીચડી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી છે, જે દરેક લોકોને ખાવી ગમે છે તેથી આજે આપણે ઘરે પરફેક્ટ દાળ ખીચડી બનાવવાની રીત શીખીશું.
1/2 વાટકી તુવેર દાળ,1/2 વાટકી ચણાદાળ,2 ચમચી મસૂરની દાળ,1 વાટકી ચોખા,2 ચમચા તેલ,1 ડુંગળી,1 ટમેટું,1 ચમચી લસણ-આદુંની પેસ્ટ,1 લીલું મરચું,1 ચમચી કસૂરી મેથી,1 ચમચી કોથમીર,1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાઉડર,1/2 ચમચી ગરમ મસાલો,1/2 ચમચી હળદર,મીઠું સ્વાદ મુજબ,1 ચમચો ઘી,10-12 કળી લસણ,સૂકા લાલ મરચા,1/2 ચમચી જીરું.
સૌ પ્રથમ દાળ અને ચોખાને ધોઈને 1/2 કલાક પલાળી દો.
હવે દાળમા મીઠું અને હળદર નાખી કૂકરમાં 3-4 સીટી કરી બાફી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરીને જીરું, આદુ-લસણ-મરચાની પેસ્ટ,ટમેટું,મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, કસૂરી મેથી વગેરે ના નાખીને વઘાર કરી લો.
ડુંગળી સાંતળીને તેમાં ખીચડીમાં વઘાર મિક્સ કરી કોથમિર ગાર્નિશ કરો.
તૈયાર છે મિક્સ દાળ ખીચળી, તમે ગરમામગર સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.