વટાણા - 1/2 કપ,સૂજી - 1 કપ,દહીં - 1 કપ,લીલા મરચાં અને આદુ,કોથમીર - 2 ચમચી,મીઠું - 1 ચમચી,ઈનો ફ્રુટ સોલ્ટ - 2 ચમચી,તેલ - 1 ચમચી,સરસવના દાણા - 1 ચમચી,તલ - 1 ચમચી,હીંગ - 1 ચમચી,5/6 - મીઠા લીમડાના પાન.
સૌ પ્રથમ એક મિક્સર જારમાં લીલા વટાણા,કોથમરી,આદુ-મરચા, પાણી વગેરે સામગ્રી નાખીને પીસી લો.
એક બાઉલમાં રવો,દહીં,મીઠું વગેરે મસાલા એડ કરીને મિક્સ કરી લો.
હવે આ મિશ્રણમાં પીસીને તૈયાર કરેલ પેસ્ટ ઉમેરીને પરફેક્ટ બેટર બનાવી તેમાં ઈનો એડ કરી મિક્સ કરી લો.
હવે ઢોકળીયાના પાત્રમાં આ બેટર નાખી ઉપર લાલ મરચું પાવડર છાંટીને સ્ટીમ કરો.
હવે ચપ્પુની મદદથી ચોરસ સેપમાં કટ કરી એક વઘારીમાં થોડુ તેલ,મીઠો લીમડો,હીંગ વગેરે નાખી વઘાર કરી તૈયાર ઢોકળા પર રેડો.
તૈયાર છે તમારા વટાણાના ઢોકળા, તમે તેને ચટણી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.