શિયાળામાં ખાવ આ સુપરફૂડ્સ કડકડતી ઠંડીમાં પણ થશે ગરમીનો અહેસાસ


By Sanket M Parekh01, Nov 2023 04:47 PMgujaratijagran.com

લસણ

લસણ શરીરને ગરમ રાખવા સાથે ઈમ્યૂનિટીને પણ મજબૂત બનાવે છે. આ માટે લસણને ખોરાકમાં સામેલ કરી શકો છો. આ સાથે જ સવારે ખાલી પેટ લસણની 1-2 કળી ખાવાથી શરીર ગરમ રહે છે.

ડ્રાય ફ્રૂટ્સ

શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીર ગરમ રહે છે. આ સાથે જ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીને પુરતી એનર્જી મળે છે અને તે તમને શરદી અને ઉધરસથી દૂર રાખે છે. આ માટે અખરોટ, કાજુ , બદામ અને કિશમિશ ખાઈ શકો છો.

આદુ

આદુની તાસીર ગરમ હોવાના કારણે તે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. જેને ખાવાથી ડાઈઝેશન સિસ્ટમ પણ મજબૂત થાય છે. આ માટે તમે આદુની ચા અથવા ઉકાળો પી શકો છો.

સૂપ

ઠંડીમાં સૂપ પીવો ખૂબ જ ફાયદેમંદ મનાય છે. સૂપમાં એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જે શરીરને ગરમ રખાવામાં મદદ કરે છે. આ માટે ટામેટા, ડુંગળી અથવા ચિકન સૂપ પી શકો છો.

મધ અને તુલસી

શિયાળામાં મધ અને તુલસી ઈમ્યુનિટીને વધારવા સાથે શરીરને ગરમ રાખવાનું કામ કરે છે. આ સાથે જ તેમાં રહેલા ઔષધીય ગુણ બીમારીથી પણ આપણને બચાવે છે.

ગોળ

ગોળની તાસીર ગરમ હોય છે, જેના કારણે ઠંડીની સિઝનમાં તેને ખાવાથી શરીરમાં ગરમાવો રહે છે. આ સાથે જ તેમાં રહેલ એન્ટી બેક્ટેરિયલ ગુણ વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં પણ મદદ કરે છે. ગોળ સીધો ખાવા ઉપરાંત ગોળની ચા બનાવીને પણ પી શકાય છે.

રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવી શકો છો આ વસ્તુ, સવારે ખીલી ઉઠશે ચહેરો