રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવી શકો છો આ વસ્તુ, સવારે ખીલી ઉઠશે ચહેરો


By Sanket M Parekh01, Nov 2023 04:42 PMgujaratijagran.com

નાઈટ કેર રૂટિન જરૂરી કેમ?

સ્કિનની કાળજી માટે નાઈટ કેર ખૂબ જ જરૂરી છે. જેનાથી તમે દિવસભરના થાક, પ્રદૂષણ અને સૂરજના હાનિકારક કિરણોના સંપર્કમાં આવેલી સ્કિનનો ખ્યાલ રાખી શકો છો. આજ કારણ છે કે, નાઈટ કેર રૂટીનને અચૂક ફૉલો કરવું જોઈએ.

એલોવેરા

એલોવેરા સ્કિન કેર માટે ખૂબ જ બેસ્ટ મનાય છે. એવામાં તમે રાતે સૂતા પહેલા ચહેરા પર એલોવેરા લગાવી શકો છો. જેનાથી સ્કિન હાઈડ્રેટ રહે છે અને નેચરલ નિખાર આવે છે. આ નુસખા માટે એલોવેરા જેલને તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરતા લગાવવી જોઈએ.

વિટામિન-ઈ કેપ્સૂલ

સ્કિન કેરને લઈને વાળની સંભાળ સુધી વિટામિન-ઈ કેપ્સૂલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. એવામાં તમે રાતે વિટામિન-ઈ કેપ્સૂલથી જેલ નીકાળીને નારિયેળ તેલ અથવા નાઈટ ક્રીમમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

હળદર અને દૂધની પેસ્ટ

પાર્લર જેવો નિખાર મેળવવા માટે તમે રાતે સૂતા પહેલા ચહેરા પણ હળદર અને દૂધની પેસ્ટ લગાવી શકો છે. આ નુસખા માટે તમે હળદરને થોડા દૂધમાં મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. જે બાદ તેને ચહેરા પર આખી રાત લગાવીને રાખીને સવારે ધોઈ લેવી જોઈએ.

ગુલાબજળ

ગુલાબ જળ આપણી સ્કિનને ગ્લોઈંગ બનાવવાનો બેસ્ટ ઑપ્શન હોઈ શકે છે. જેને સ્કિન પર અનેક રીતે લગાવી શકાય છે. જો તમે દરરોજ ચહેરા પર ગુલાબ જળ લગાવશો, તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી શકે છે.

નારિયેળ તેલ

નારિયેળનું તેલ સ્કિન માટે ફાયદેમંદ મનાય છે. આ નુસખા માટે તમે નારિયેળના તેલને કોઈ પણ નાઈટ ક્રીમમાં મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.

શૂઝ ઉતાર્યા બાદ પગમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા અપનાવો આ ટિપ્સ, નહીં કરવો પડે શરમનો સામનો