શૂઝ ઉતાર્યા બાદ પગમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા અપનાવો આ ટિપ્સ


By Sanket M Parekh01, Nov 2023 04:35 PMgujaratijagran.com

સાબુનો ઉપયોગ

આ તીવ્ર દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે તમે સૌ પ્રથમ પગને સાબુ વડે સારી રીતે ધોઈ લો. જે બાદ ટુવાલ વડે પગને લૂછી નાંખો.

પાણીથી ધોવો

જો પગ ધોયા પછી પર દુર્ગંધ દૂર ના થાય, તો ગરમ પાણીમાં શેમ્પુના 2-3 ટપકા પાડીને પગને ડૂબાડીને થોડીવાર માટે રાખી મૂકો. જે બાદ પગને ધોઈને ટુવાલ વડે લૂછી લો.

શૂઝ અને મોજાને સૂકવો

શૂઝ પહેરતા પહેલા પગમાં દુર્ગંધ આવવાનું કારણ પરસેવો અને ગંદા મોજા બન્ને હોઈ શકે છે. એવામાં સ્વચ્છ અને કોરા મોજા પહેરો, તેમજ શૂઝને પણ તડકામાં સૂકવવા જોઈએ.

ફટકડીનો ઉપયોગ

પગની ગંદકી તેમજ બેક્ટેરિયાના કારણે શૂઝ પહેરવાથી વાસ આવી શકે છે. જેનાથી છૂટકારો મેળવવા માટે પાણીમાં એક ચમચી ફટકડી મિક્સ કરીને પગનો ધોવા જોઈએ.

વિનેગારનો ઉપયોગ

શૂઝ પહેરવાના કારણે પગમાંથી આવતી વાસની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે પાણીમાં વ્હાઈટ વિનેગાર મિક્સ કરો અને પછી પગ ધોવો. આ નુસખો થોડા દિવસ અજમાવો, મોટાભાગની સમસ્યા દૂર થઈ જશે.

મીઠાના પાણીથી પગ ધોવો

શૂઝ અને મોજા ઉતાર્યા બાદ પગમાંથી આવતી વાસને દૂર કરવા માટે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકાય છે. હુંફાળા પાણીમાં મીઠુ મિક્સ કરીને તેનાથી પગને સારી રીતે ધોવાથી દુર્ગંધ દૂર થઈ જશે.

2 નવેમ્બર 2023નું રાશિફળ, Your Daily Horoscope Today November 2, 2023