ઠંડીમા રાત લાંબી અને દિવસ ટૂંકો હોવાના કારણે લોકો કસરત કરવા માટે સમય ફાળવી શક્તા નથી. કસરત ન કરવાના કારણે વજન વધવા લાગે છે. આ ઉપરાંત જંક ફૂડ પણ શરીરનુ વજન વધવાનુ મોટુ કારણ છે. એવામા જો તમે ઠંડીમા પોતાને ફિટ રાખવા માંગો છો તો તમે આ વસ્તુઓનુ સેવન કરો.
ડાયટીશિયન કામિની કુમારના જણાવ્યા અનુસાર ઠંડીમા મેટાબોલિજમ સૌથી કમજોર હોય છે જેના કારણે પેટમા જમા ચરબી બર્ન થતી નથી.
ઠંડીમા વજન ઘટાડવા માટે તમે શક્કરિયા, ડુંગળી જેવા મૂળિયા વાળા શાકભાજીનુ સેવન કરો. આ શાકભાજી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનુ કામ કરે છે. આ વસ્તુઓનુ સેવન કરવાથી પાચનક્રિયા પણ સુધરે છે.
ઠંડીમા ઘી ખાવાથી વજન ઓછુ થાય છે. દેશી ઘીમા વિટામિન એ અને ઈની માત્રા ખૂબ જ હોય છે, જે વજનને કંટ્રોલ કરવામા મદદ કરે છે.
બટર શરીરને ગરમ રાખવા ઉપરાંત શરીરના વજનને કંટ્રોલ કરવામા મદદ કરે છે. રોજ બટરનુ સેવન કરવાથી બીમારીઓ પણ દૂર રહે છે.
મગફળી ભરપૂર માત્રામા પ્રોટીન હોય છે. રોજ સિમિત માત્રામા મગફળીનુ સેવન કરવાથી વજન નિયંત્રણમા રહે છે.
ગરમ પાણીમા એક ચમચી મધ નાખીને રોજ પીવાથી વજન ઝડપથી ઘટે છે. મધનુ સેવન કરવાથી તાવ અને ખરાશ જેવી સમસ્યાઓમા પણ રાહત મળે છે.
ઠંડીમા લીલા શાકભાજીનુ સેવન કરવાથી ના માત્ર શરીર સ્વસ્થ રહે છે પરંતુ વજનને ઓછુ કરવામા પણ મદદ કરે છે.