તળિયામા જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે અપનાવો આ ઉપાયો


By Prince Solanki18, Dec 2023 05:54 PMgujaratijagran.com

તળિયામા જમા થયેલી ગંદકી

તળિયામા જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે મહિલાઓ પાર્લરમા જઈને પેડીક્યોર કરવામા ઘણા પૈસા ખર્ચી નાખે છે, પરંતુ બધા લોકો માટે પાર્લરમા જઈને આ સમસ્યાનુ નિરાકરણ લાવવુ શક્ય હોતુ નથી.

ઘરેલૂ ઉપાયોનો સહારો લો

જો તમે પેડીક્યોરનો ખર્ચો અને કેમિકલ વાળી પ્રોડક્ટ્સથી બચવા માંગો છો તો તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અમલમા મૂકી શકો છો.

ઘરે બનાવેલુ ફ્રૂટ સ્ક્રબ

પગની ચામડીને કોમળ અને મૂલાયમ બનાવવા માટે તમે ઘરે બનાવેલા ફ્રૂટ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ખાંડ અને મધના મિશ્રણને પગના તળિયામા લગાવી શકો છો.

બેસન

બેસન સ્કિન કેર માટે ખૂબ જ સારો વિકલ્પ છે. તમે બેસનની મદદથી પગને સાફ અને કોમળ બનાવી શકો છો. આ માટે તમારે બેસનમા દહીં અને લીંબુનો રસ મિલાવીને પેસ્ટ તૈયાર કરવો પડશે.

બટાકા

બટાકા ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓના ઉપાય માટે ખૂબ જ ઉપયોગી છે . તમે બટાકાના રસમા લીંબુના રસને ઉમેરી એક મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને તમે કપડાની મદદથી પગના તળિયામા લગાવો.

હળદર

હળદર અને બેસનનુ મિશ્રણ ચામડી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ માટે તમે બેસનમા હળદર અને મધને ઉમેરીને એક પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને તમે પગના તળિયામા લગાવો.

પપૈયું

પપૈયામા બ્લિચિંગ પ્રોપર્ટીઝ હોય છે જે પગના તળિયાની સફાઈ કરવામા મદદ કરે છે. આ માટે તમે પપૈયાની પીસીને તેમા મધને ઉમેરીને મિક્સ કરો. આ મિશ્રણને તમે ગંદકી વાળા ભાગ પર લગાવો.

ઓટ્સ

પગમા જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે તમે ઓટ્સનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ઓટ્સ અને દહીંને મિક્સ કરો. તેમા હવે લીંબુનો રસ મિલાવીને તમે પગમા લગાવો. આ કરવાથી પગની ગંદકી દૂર થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ચહેરા પરના સફેદ ધબ્બા દૂર કરવા માટેના ઘરેલૂ ઉપાય