ચહેરા પરના સફેદ ધબ્બા દૂર કરવા માટેના ઘરેલૂ ઉપાય


By Prince Solanki18, Dec 2023 05:44 PMgujaratijagran.com

સફેદ ધબ્બા

ચામડીમા ફંગલ ચેપ લાગવાના કારણે ચહેરા તથા શરીરમા સફેદ ધબ્બા જોવા મળતા હોય છે. આ દાગ અને ધબ્બાના કારણે તમારો દેખાવ ખૂબ જ ખરાબ લાગે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.

એક્સપર્ટની સલાહ

ડો. શ્રેય શર્માના અનુસાર ઘણા લોકો ચહેરા પર લાગેલા સફેદ ધબ્બાને દૂર કરવા માટે કેટલીક મોંઘી વસ્તુઓનો ઉપયોગ કરે છે. તેમ છત્તા તેમને સમસ્યાથી છૂટકારો મેળવી શકતા નથી. એવામા ચહેરા પરના સફેદ ધબ્બા હટાવવા માટે તમે ઘરમા રાખેલ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

એલોવેરા જેલ

દાગ અને ધબ્બાને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરમા રહેલા એંટી ઓક્સિડેંટ્સ ગુણ અને એંટી ફંગલ ગુણ ચહેરા પરના સફેદ ધબ્બા દૂર કરવા માટે મદદ કરે છે. આ માટે તમે રાતે સૂતા પહેલા તમે દાગ અને ધબ્બા પર એલોવેરા જેલ લગાવો.

હળદરનો ઉપયોગ કરો

હળદરમા એંટી સોપ્ટિક ગુણ અને એંટી વાયરલ ગુણ હોય છે જે દાગ અને ધબ્બાને દૂર કરે છે. હળદરમા લીંબુ રસ ઉમેરીને તેને 10 મિનિટ માટે દાગ અને ધબ્બા વાળા ભાગ પર લગાવો.

ટી-ટ્રી ઓઈલ

ટી-ટ્રી ઓઈલનો ઉપયોગ કરવાથી ચહેરા પરના દાગ અને ધબ્બા દૂર થાય છે. આ માટે તમે એક કટોરીમા 4 ચમચી ટી-ટ્રી ઓઈલ અને 1 ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો. હવે રાતે સૂતા પહેલા આ મિશ્રણને દાગ અને ધબ્બા વાળી જગ્યા પર લગાવો. તેમા રહેલા એંટી ફંગલ અને એંટી વાયરલ ગુણ સફેદ દાગ અને ધબ્બાને દૂર કરે છે.

દહીંનો ઉપયોગ કરો

દહીં ફંગલને દૂર કરવામા મદદ કરે છે. દહીંમા રહેલા વિટામિન અને મિનરલ્સ ગુણ દાગને દૂર કરવામા મદદ કરે છે. આ માટે દાગ અને ધબ્બા વાળા ભાગ પર 5 મિનિટ માલિશ કરો અને 20 મિનિટ બાદ તેને ધોઈ નાખો.

નારિયેળ તેલ

ચહેરા પરના સફેદ ધબ્બા દૂર કરવા માટે નારિયેળ તેલ, ઓલિવ તેલ અને લૈવેન્ડર તેલનો તમે ઉપયોગ કરી શકો છો.

ડોક્ટરની સલાહ લો

આગળના તમામ ઉપાયો અમલમા મૂક્યા પછી પણ જો સફેદ દાગ અને ધબ્બા દૂર ન થાય તો તમે ડોક્ટરની સલાહ લો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

મૂળાના પત્તા દૂર કરશે ઘણી ગંભીર બીમારીઓ