મૂળાના પત્તા દૂર કરશે ઘણી ગંભીર બીમારીઓ


By Prince Solanki18, Dec 2023 05:34 PMgujaratijagran.com

મૂળાના પત્તા

મૂળાના પત્તાને જો તમે ફેકી દો છો તો તમારે તેનાથી મળતા ફાયદા વિશે જાણવાની ખૂબ જ જરુર છે. ચલો જાણીએ મૂળાના પત્તાથી મળતા સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ વિશે.

પોષકતત્વોથી ભરપૂર

માત્ર મૂળો જ નહીં તેના પત્તા પણ પોષકતત્વોથી ભરપૂર હોય છે. મૂળાના પત્તામા વિટામિન કે, સીની સાથે આયરન, ફોલેટ અને કેલ્શિયમની માત્રા હોય છે.

પાચનતંત્ર

મૂળાના પત્તામા ભરપૂર માત્રામા ફાઈબર રહેલુ હોય છે. જે તમારા પાચનતંત્રને ઠીક કરવામા મદદ કરે છે. તેનાથી કબજિયાત અને અપચા જેવી સમસ્યા થઈ શકે છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે

મૂળાના પત્તાના સેવનથી શરીરમા રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. તેમા રહેલા આયરન અને વિટામિન હોય છે જે રોગપ્રતિકારક શક્તિમા વધારો છે.

હીમોગ્લોબિન વધારે

એક્સપર્ટના અનુસાર મૂળાના પત્તાના સેવનથી શરીરમા હીમોગ્લોબિનનુ પ્રમાણ વધે છે. જો તમે પણ હીમોગ્લોબિન સંબધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે મૂળાના પત્તાનુ સેવન કરી શકો છો.

લો બીપી કંટ્રોલ કરે

મૂળાના પત્તામા સોડિયમની માત્રા ખૂબ જ હોય છે. તે લો બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામા મદદ કરે છે.

યુરિક એસિડ ઠીક કરે

મૂળામા એંટી ઓક્સિડેંટ્સ ગુણ રહેલા છે, જે યુરિક એસિડની સમસ્યા દૂર કરે છે. મૂળાના પત્તાના સેવનથી લોહી પણ સાફ થાય છે.

સમજૂતી

આગળ જણાવેલી તમામ માહિતી એક સામાન્ય માહિતી પર આધારિત છે, જેની અમારા તરફથી કોઈ પૃષ્ઢી કરવામા આવતી નથી.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ચહેરા પરના સોજાને દૂર કરવા માટે અપનાવો આ ઉપાયો